છૂટકારો

છૂટકારો

મેરી વિલિસ અને બોની લડતા હતા. ના એકમેક સામે નઈ. પણ બોની અને મેરી બન્ને એ.આર. એફ. ના ટ્રુપના લીડર હતા. ટોળીમાં 23 કાબીલ ફાઈટરો હતા. એમાં બોની અને મેરી સૌથી વધારે કબીલ હતા એટલે લીડર હતા.
મેરીએ આજે સવાર થી લગભગ 200 જેટલા રોબોટનો ખાત્મો કરી દીધો હતો. ગઈ કાલે મેરિનો ભાઈ જોસેફ વિલિસ લડત માં માર્યો ગયો હતો. એટલે આજે મેરી પાગલ બનીને કતાર છોડીને આગળ જઈને લડતી હતી. લોખંડના એ માણસો સામે એ મોત બનીને જજુમતી હતી. આખરે રોબોટનું એક સ્ટેલ (એક નાનકડી હોડી જેટલું હવાઈ જહાજ જે પોતાનો આકાર બદલી શકે અને સ્વયં સંચાલિત હોય) આયુ અને તરંગ ગન (એમાંથી નીકળતા તરંગ માણસ ના મગજ ઉપર હાવી થઈ જાય અને એ માણસ સ્ટેલના તાબે થઈને એના જ સાથિદારોને મારવા લાગે એવી અસર કરતી એક પ્રકારની ધ્વનિ ગન) મેરી ઉપર હુમલો કર્યો. મેરીએ એક ગાડી પાછળ સંતાઈને એની બોક્સર થાડ ( ફોર્સના જીનિયસ સાયન્ટિસ્ટએ બનાવેલી એન્ટી તરંગ ગન) થી એ સ્ટેલ ને તોડી પાડ્યું. મેરીએ હાશકારો લીધો.
બોની ગાડી પાછળ સંતાઈને બધું જોઈ રહ્યો હતો. જો એ એને બચાવવા જાય તો એની આખી ટિમ મારી જાય એમ હતી. મેરી ના શરીર ઉપર થયેલા ઉઝરડા માંથી લોહી વહી રહ્યું હતું. એ પથ્થરના ટેકે બેઠી હતી ત્યાં જ એક રોબોટ અને સ્ટેલ આવ્યા. સ્ટેલે એને શૂટ કરી મેરી એના તાબામાં થઈ ગઈ અને મેરીએ એની ગન બોનીની ટિમ ના માણસો સામે તાકી બેન લેવિશ ને તો મેરીએ ઉડાવી દીધો પણ બીજા કોઈને એ મારે એ પહેલાં બોની ની શોટ ગન ની બુલેટ એની ખોપડી ફાડી ચુકી હતી. માથામાં મોટુ કાણું પાડી બુલેટ સામેની ભીંતમાં ખૂંચી એ પહેલાં તો મેરી ઢગલો થઈને જમીનદોસ્ત થઈ ગઈ હતી. એની લાસ જોઈને એ ગાંડો થઈ ગયો. એણે બધા જ હેલ ગ્રેનેડની પિન એકસામટી કાઢીને પેલા સ્ટેલ તરફ ફેંક્યા સ્ટેલ ના ચિથડા ઉડી ગયા.
બોની ની બંદૂક ખાલી થઇ ગઈ હતી એટલે એ રોબોટ તરફ ધસ્યો. લોખંડના એ ભૂત સાથે બોનીએ છુટ્ટા હાથે મારામારી કરી. બોની પણ કસયેલો હતો અને મેરીને પોતાના હાથે જ મારવી પડી હતી એટલે એ પાગલ બની ગયો હતો. રોબોટ ના અમુક ઘા ફગાવી અને અમુક ઘા એના જડબા ઉપર ઝીલી લીધા પણ એ પાછો પડ્યો નહિ. પછી એણે પૂરું જોર લગાવીને રોબોટ ને ધક્કો માર્યો રોબોટ સમતુલા ગુમાવીને પછડાયો. બોની એની ટ્રેનિંગ ને લીધે ચપળ અને જડપી હતો એ ઉછળી ને રોબોટ પાસે પહોંચી ગયો. એનો એક પગ પકડી બીજા પગ ઉપર પોતાના પગ મૂકી એને ખેંચ્યો. થોડી વાર બોનીના બાયસેપ તગતગ તા રહ્યા એના લોહીલુહાણ ચહેરા ઉપર અને શરીર ઉપરની નશો ફુલાઈને બહાર આવી ગઈ અને ત્યાં જ એ લોખંડ નો માણસ બે ટુકડામાં ફેરવાઈ ગયો. બોની ધક્કા સાથે જમીન ઉપર પછડાયો. પેલા રોબોટના શરીરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતી રહી પણ એ હવે કોઈ કામ નો નહોતો રહ્યો….. બોની ઘસડાતો ઘસડાતો મેરી પાસે પહોંચ્યો એને ખોળામાં લીધી.
એ દિવસે આવેલી રોબોટની એક ટિમ ખતમ થઈ ગઇ હતી. બોનીએ મેરીને ખોળામાં લીધી અને એની એ કરપીણ લાસ જોઈ બોનીને ઇવી ની યાદ આવી ગઈ.
2030 ની એ વાત હતી. એ સમયે બોની ચોરી કરતો. ના સામાન્ય ચોરી નઈ સરકારી સિક્રેટ મિશનની માહિતી ચોરવી, સરકારી લેબ માંથી નવા ઇન્વેન્ટ થયેલા થયેલા હથિયારો ચોરવા એમાં એ એક્સપર્ટ હતો. પણ એનું એ કામ કોઈને ખબર ન હતી. સામાન્ય રીતે તો એ મોબાઈલ ની શોપ ચલાવતો. એ દિવસે એ મોતના મુખેથી બચ્યો હતો.
એને માફિયા મોરીશ બેનલીએ ન્યુયોર્ક ની લેબ માંથી ન્યુ ઇન્વેન્ટેડ રેગજોનલ વેપન ચોરવાનું કામ સોંપ્યું હતું. હથિયાર એણે લેબ માંથી ચોરી લીધું. પણ ત્યાંની સિક્યોરિટીએ એને હાથ તાળી આપી હતી. જેટલી સિક્યોરિટી અંદર હતી એ જોઈ એને ગવર્નમેન્ટ મુરખી લાગી હતી. પણ જેવો એ મિશનના અંત ભાગમાં પ્રવેશ્યો એટલે કે હથિયાર ચોરીને લેબ બહાર નીકળ્યો ત્યાં બહાર મોત એની રાહ જોતું હતું. એસ.ડબ્લ્યુ.એ.ટી. ( સ્પેશિયલ વેપન એન્ડ ટેકટિક) ના કમાન્ડોની એક આખી ટિમ મશીન ગન અને રિવલ્વર સાથે તૈનાત હતી. 30 કમાન્ડો સામે એ એકલો હતો. પણ બોની કઈ કાચો ખેલાડી ન હતો. એ લુચ્ચો અને સાતીર હતો.જીન્સના ગરડલ માં ડેઝર્ટ ઇગલ પિસ્તોલ ખોસેલી હતી અને પિન ગ્રેનેડ પણ હતા જ. એની પાસે 5 વર્ષની સીક્રેટ આર્મી ટ્રેનિંગ હતી. એ જેવો બહાર નીકળ્યો કે એને રેડિયો પર ઇલેક્ટ્રિક સરસરાટ નો અવાજ સંભળાયો અને એ અવાજ પાછળ એક સ્પષ્ટ અવાજ આવ્યો.
“ફ્રીઝ……” S.w.a.t. ની કાર પાછળ ઉભેલ એક કમાન્ડો મીની સ્પીકરમાં બોલતો હતો એ બોનીની નજર જોઈ શકી.
એણે હાથ ઊંચા કર્યા અને ભાગવા માટે આમતેમ જોયું.. 30 મશીન ગન એની સામે મંડાઈ એનો એક સામટો ખટખટ અવાજ ન્યુયોર્કની શાંત સડક પર હવામાં ભળીને કાન સુધી પહોંચ્યો.
“ધીસ ઇઝ ન્યુયોર્ક પોલિશ. ફ્રીઝ ઓર માય બોયસ વિલ શૂટ યુ…..”
“ઓકે ઓકે ડોન્ટ બી સ્પીડી. વી કેન ટોક…” બોની ગભરાવાની કોશિશ કરતા એના હાથ પોકેટ સુધી લઈ ગયો બે કદમ આગળ ખસ્યો.
“ડોન્ટ મૂવ. આઇ સે સ્ટોપ ઘેર વેર યુ આર. પુટ યોર વેપન ડાઉન.” એ મીની સ્પીકર ફાટી જાય એવો બરાડયો.
અને બોનીને જે જોઈતું હતું એ મોકો મળી ગયો. એણે એક મીની રિવલ્વર પોકેટમાંથી કાઢીને જમીન ઉપર મૂકી અને પગ થી ધક્કો મારી દૂર ખસેડી. “ગુડ. એનિથિંગ ઇલ્સ?” એને બીજા હથિયાર છે કે નહીં એ પૂછ્યું.
“યા વેઇટ અ મિનિટ. બટ બટ ડોન્ટ શૂટ પ્લીઝ…..” એણે ઓર ગભરાવાની કોશિશ કરી. એટલે બધા અસાવધ થઈ ગયા.
એણે પાછળના પોકેટમાં હાથ નાખી એક ગ્રેનેડની પિન કાઢી દીધી અને ગ્રેનેડ પણ એવી જ રીતે જમીન ઉપર મુક્યો અને પગ થી ધક્કો માર્યો. ગ્રેનેડ જઈને s.w.a.t. ની એક ગાડી નીચે ઘુસી ગયો.
હવે બોનીને બસ થોડીવાર વાતોમાં સમય કાઢવાનો હતો. એણે એજ સમયે પોતાની ફેવરિટ ઇગલ કાઢી અને એના જ લમણે ભિડાવી દીધી. ” લેટ મી ગો ઓર ઇલ્સ આઈ વિલ શૂટ માય સેલ્ફ…..” એને ખબર હતી કે એને જીવતો પકડીને બધી ચોરી પકડવાનું પ્લાનિંગ ગવર્નમેન્ટ કરતી હતી.
“નો સ્ટોપ. ઓકે ઓકે બી કૂલ વિ વિલ સોલ્વ ઇટ.” કહી એ આગળ આવ્યો.
હવે બોની એને ફ્રીઝ કરવાની વારી હતી….” ડોન્ટ કમ ક્લોઝર ટુ મી…..” એણે કહ્યું અને એક મોટો ધડાકો થયો. S.w.a.t. ની ગાડી નીચે પડેલો ડ્રેનેડ ફૂટ્યો અને ગાડી ઉછળી પણ એ જોવા એ ત્યાં નહોતો રહ્યો એ દોટ મૂકીને સામે ખડી ગાડી પાછળ ગોઠવાઈ ગયો.
એણે બિઝો એક ડ્રેનેડ જીંક્યો અને ત્રણ s.w.a.t. ઓફિસર ના ચીંધરા ઉડી ગયા. એ જોઈ બીજા કમાન્ડોએ પાછી પાની કરી એક હોટેલ તરફ ભાગ્યા. બોની દયાહીન તો હતો જ પણ એ સમયે એ ઘેલો થઈને ગ્રેનેડ ફેંકતો હતો. એક ગ્રેનેડ એણે હોટેલ તરફ જીંક્યો અને એનું પરિણામ જોવા રહ્યો નહિ અને એ ત્યાંથી ભાગી નીકળ્યો.
બોનીને એ દિવસે એ ચિપની ચોરી માટે મોરીશ બેનલી એ 10 બીલીઅન ડોલર ની મોટી ગિફ્ટ આપી હતી. એ દિવસે એના ચહેરા ઉપર ક્યારેય ન જોયેલ ઉમંગ દેખાતો હતો. ડોલર થી ભરેલી બેગ સાથે એનું મન સપના ભરવા લાગ્યું. કાલે ઇવી ને લઈને પહેલી ફ્લાઇટ માં જ ઇન્ડિયા જતો રહીશ. ત્યાં જઇને એની સાથે કાલે જ લગન …. ના ના આ અંગ્રેજી છોકરીને મંદિરમાં ફેરા ફરવાનું રિહર્ષલ કરાવવું પડશે નહીં તો એ લોચા કરશે યાર. નો પ્રોબ્લેમ હું એને ડાન્સની જેમ સ્ટેપ્સ શીખવી દઇશ. ફેરા ફરવા માટે પણ સ્ટેપ્સ…..! એને ખુદને પણ મનમાં એક ઉદગાર થયો…..
ઇવી રોજ મને મેંરી મી ડાર્લિંગ…… યંગ એઝ વિલ બી વેસ્ટડ ઇફ યુ ડોન્ટ મેરી નાઉ. કહીને લોહી પી જતી. પહેલી અંગ્રેજ હશે જેને લિવ ઇન ને બદલે લિવ વિથ માં એટલો ઇન્ટરેસ્ટ હતો.
ઇવીને લગન ના સમાચાર આપવા માટે ખિસ્સામાંથી મોબાઈલ કાઢી એણે નંબર ડાયલ કર્યો. આજે “યુ આર માય ફર્સ્ટ લવ” ની કોલર ટ્યુન ને બદલે “ડાયલ્ડ નંબર ઈઝ આઉટ ઓફ કવરેજ” એવું સંભળાયું. આ મેરી પણ આખો દિવસ ગીત સાંભળીને બેટરી ઑફ કરી દે છે એ મનમાં જ બબડયો. કાઈ વાંધો નઈ કાલે એને ફેસ ટુ ફેસ જ કહીશ એટલે એક હગ્ગી અને પપ્પી પણ મળશે ને આમ પણ ફોન ઉપર એ ક્યાં મલોત…..!
એ રાતતો બોનીએ ઇવીના વિચારોમાં જ કાઢી હતી. મારા છોકરા ધોળીયા થશે કે ઘઉં વર્ણ ના એ વિચારી હસતો હસતો એ ક્યારે સુઈ ગયો એની ખબર પણ ન રહી.
સવારે એલાર્મ વાગ્યું. આંખ મીંચોળી એ જાગ્યો. રોજની જેમ બ્રશ કરતા કરતા દરવાજો ખોલી બહાર સેલ્ફ માં પડેલું આજનું ન્યૂઝ પેપર લઇ અંદર આવી દરવાજો બંધ કરીને પેપર સોફામાં નાખ્યું. થોડી વારમા તૈયાર થયો.
હમમ લૂકિંગ સેક્સી બોની બ્રો…… કાચ માં જોઈ એણે ખુદના જ વખાણ કર્યા.
પછી બાઈકની કી લઇને નીકળ્યો ત્યાં જ અચાનક પેપર ઉપર નજર પડી. સોફામાં ગોઠવાતા એણે પેપર ની ઘડી ખોલી પહેલા જ પાને એનો ફોટો હતો. મોઢા ઉપર બુકાની હાથમાં ગન અને આજુ બાજુ swat ના કમાન્ડો અને ગાડીઓ. નીચે મોટો લેખ લખેલો હતો પણ પોતે કરેલ કાંડ વાંચવાની એને જરૂર ક્યાં હતી અને એમ પણ એને તરત ઇવી ની હગ્ગી અને પપ્પી લેવા જવું હતુ…..એટલે પાનું ફેરવ્યું અને એની નજર, એના હાથ, એનું મન સ્થિર થઈ ગયા. હૃદય બંધ પડી ગયું હોય એવું લાગ્યું…… બીજાં પાના ઉપર બોનીએ ફેંકેલ એ ગ્રેનેડ થી ઘાયલ થયેલા લોકોના ફોટા હતા. અને એ ફોટામાં એક ફોટો એની ઇવીનો જ હતો. એના સપના એ ગ્રેનેડ જ્યારે એણે હોટેલમાં ફેંક્યો હતો ત્યારે જ રોળાઈ ગયા હતા. પણ આ ફોટો જોઈને તો એને પોતાની જાત થી જ નફરત થઈ ગઈ હતી.
ઇવી હોટેલના એન્ટ્રન્સ પાસે પડી હતી. એનો એક હાથ એની કંમર નીચે દબાયેલો અને બીજો હાથ તો….. બીજો હાથ કોણી સુધી જ હતો. આગળ નો ભાગ ધડાકામાં …..
એના પેટ ઉપર એક ઊંડો ઘા હતો અને એની આસપાસની ચામડી બળીને કાળી થયેલી હતી. એના ગાલમાં એક કાચ નો મોટો ટુકડો ઘુસેલો હતો. એના માથાનો અર્ધો ભાગ ફુટેલો હતો. બોનીએ કેટલાય લોકોની હત્યા કરી હતી પણ આજ સુધી ક્યારેય એના હાથ નહોતા કંપયા. પણ એ દિવસે એણે ધ્રુજતા હાથે છાપું દૂર હટાવ્યું. એ પાગલની જેમ રડ્યો હતો…… એને એ દિવસે થયું હતું કે એણે કરેલા પાપ ની સજા ઇવીને મળી હતી. એ દિવસે એને પશ્ચયતાપ થયો હતો કે જ્યારે બીજાની હત્યા કરી ત્યારે મારનાર ના પરિવાર ઉપર શુ ગુજરી હશે.
તે દિવસથી
બોની મોત માટે ફરતો હતો. એને ક્યાંય મોકો ન મળયો એટલે આર્મીમાં જોડાઇ ગયો હતો. આર્મીમાં પણ એને 10 વર્ષમાં કોઈ બુલેટ મુક્તિ નહોતી આપી શકી. એ એના નર્ક જેવા જીવનથી છુટકારો ઇચ્છતો હતો.
આજે મેરી ની લાસ જોઈ એને એ બધું યાદ આવી ગયું. મેરીની ની લાસ પણ ઇવી જેમ જ પડી હતી. બોની એને ખોળામાં લઈને રડતો હતો. ત્યાં જ એક રોબોટ આવ્યો એની ટિમ કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં જ રોબોટની ગન ની બુલેટ બોનીની છાતી ના ડાવા પડખામાં મોટો છેદ પાડીને નીકળી ગઈ. બોની તરફડતી હાલત માં પડ્યો હતો એની છાતી માંથી વહી જતું લોહી એને પળે પળે મોત તરફ લઈ જતું હતું પણ એના ચહેરા ઉપર એક સ્મિત હતું…..

– વિકી ‘ઉપેક્ષિત’

Comment here