ગુરુપૂર્ણિમા

ગુરુપૂર્ણિમા

ગુરુપૂર્ણિમા

છે આજ ગુરુપૂર્ણિમા
ને ગુરુનો સાર મને
બહુ યાદ આવે છે
લાગતી તે’દી ખૂબ માઠી
પણ હવે એ માર મને
બહુ યાદ આવે છે
દેખાતો જે અંગાર તે’દી
પણ હતો એ ઠાર મને
બહુ યાદ આવે છે
શબ્દો ખૂંચતા તે’દી
પણ હવે એ ધાર મને
બહુ યાદ આવે છે
મને ન ગમતું દીઠુંય
એ દેતા ભણતરનો ભાર મને
બહુ યાદ આવે છે
રવિ ગમતો તે’દી
પણ હવે એ સોમવાર મને
બહુ યાદ આવે છે
ન ગમતો ગુરુ તું તે’દી
કેવો બાજયો તો મનમાં ક્ષાર મને
બહુ યાદ આવે છે
હું ધિક્કારતો તુજ જાત તે’દી
તોય રૂડો કર્યો મારો સંસાર મને
બહુ યાદ આવે છે
જીત તો મારી જ હતી
પણ લાગતી એ’દી હાર મને
બહુ યાદ આવે છે
તે’દી હું કાદવ હતો
તે ઘડ્યો આકાર મને
બહુ યાદ આવે છે
હું તો હતો અશુદ્ધ તે’દી
તે હર્યો બધો વિકાર મને
બહુ યાદ આવે છે
કેવો કઠોર દીસતો તે’દી
માય પ્રેમ હતો અપાર મને
બહુ યાદ આવે છે
તારી સોટી બળતી તે’દી
ને પછી ઉઘડયો કેવો નિખાર મને
બહુ યાદ આવે છે
નર્યા લાગતા કડવા તે’દી
તારા એ ઉપહાર મને
બહુ યાદ આવે છે
વિના મોહ મુજ કાજે
કરેલી દરકાર મને
બહુ યાદ આવે છે
એ ભૂલો કરી તે’દી
ને કરેલ તકરાર મને
બહુ યાદ આવે છે
ગુરુ એટલે ગુરુ
અનન્વય અલંકાર મને
બહુ યાદ આવે છે
કહે બધા લેખક સાહેબ
ને તારો ઉપકાર મને
બહુ યાદ આવે છે
હતો હું તો બેસુર એ’દી
તે બનાયો મલ્હાર મને
બહુ યાદ આવે છે
કર્યો’તો વર્ગમાં ઉપેક્ષિત
પણ હવે અંદરનો સાર મને
બહુ યાદ આવે છે
છે આજ ગુરુપૂર્ણિમા
ને ગુરુનો સાર મને
બહુ યાદ આવે છે

વિકી ‘ઉપેક્ષિત’

Comment here