ખુશ્બુ આવે બાટલી માંથી!

ખુશ્બુ આવે બાટલી માંથી!

ખુશ્બુ આવે બાટલી માંથી!

શીખ બીખ કાઈ ન માંગે, જન્મે બધા મેચ્યોર
સબંધ તોડી સઘળા, પછી કરવા બેસે ક્યોંર!
કલમ બલમ પકડે નહિ, કીબોર્ડ વાગે ચારે કોર
પત્ર બત્ર કોઈના જાણે, મેસેજ આવે ઘનઘોર!
માં મટીને મમ્મીને થઈ, સાડીએ મૂક્યું જોર
જીન્સનો જમાનો આયો ભાઈ જીન્સનું ચાલે જોર!
બાવા હવે ગાડીએ ફરે, કા બાવા થયા છે ચોર?
પીતાંબર તો નદીએ નાખ્યા, જીન્સમાં ફરે ગોર
મહેમાન ને આવકાર નહિ, ઇંગ્લીશમાં ખોલે ડોર
લાગણી બધી કૂવે મૂકી ફરતા જોને ઢોર!
ખુશ્બુ આવે બાટલી માંથી, સેન્ટનું ચાલે જોર
બીજવારો તો એવો આયો ફૂલ લાગે છે થોર!
મોડર્ન મોડર્ન કરતા ફરે, જાગે આઠે પોર
લીંબડે આવે ફૂલ ને હવે વેલે જુમે મોર!
જાત બાતની ખબર નથી, ધર્મ નથી કાઈ સ્યોર
ગંગા નાહીને ગણી બેસે જાત પોતાની પ્યોર!
મનની દાજી મનમાં રાખે લાગે સીધા દોર
અંદરોઅંદર ચાલ્યા કરે સાયલન્ટ સાયલન્ટ વોર!
અપેક્ષિત હોય કે ઉપેક્ષિત, કેર નાઈધર નોર
જટ ફટાફટ બોલ્યે રાખે, હવે એવો આયો દોર!
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here