ક્યાં અટક્યો છું ?

ક્યાં અટક્યો છું ?

ક્યાં અટક્યો છું ?

જેટલું સમજાવ્યુ મને કોઈએ
હું એટલો જ ત્યારે વટક્યો છું
ચાલતો રહ્યો અવિરત સદા
ન કદી ક્યાંય હું અટક્યો છું
પણ ન મળ્યું કાઈ મને અહીં
અમસ્તું જ જાણે ભટક્યો છું
ખુદ ને છેતરવા ઘણી વાર
ખુદના સવાલ થી છટક્યો છું
ને એ સમયે તો ખરેખર જ
મારી જાતનેય હું ખટક્યો છું
છતાંય નામના મેળવવા હું,
ઉપેક્ષિત થઈનેય ક્યાં અટક્યો છું ?

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here