કેમ ભુલાશે?


ઓ ફૂલો તમથી,
લગનના હાર ગૂંથાસે
હૃદયના તાર ગૂંથાસે
દુલહનના વાળ ગૂંથાસે
મનના દ્વાર ગૂંથાસે…..

ઓ ફૂલો તમથી,
મહેલ ના દ્વાર મહેકાશે
ચમનના જાર મહેકાશે
શયનના ખંડ મહેકાશે
દુલહનના અંગ મહેકાશે…..

ઓ ફૂલો તમથી,
દેવોના શિર સોહાશે
દુલહનના ચીર સોહાશે
મહા એવા વીર સોહાશે
નયનના નીર સોહાશે…..

પણ ઓ ફૂલો તમને,
સંતોની કબર પર
ખોબે ખોબે રડતા જોયા એ
ઉપેક્ષિતથી કેમ ભુલાશે…..?

વિકી ‘ઉપેક્ષિત’

Comment here