કંટાળો

કંટાળો

‘કંટાળો’ શબ્દ બિચારો મહાન હોવા છતાં બધાએ એને વખોડી કાઢયો છે. પણ જો વિચારવિમર્સ કરીએ તો આ શબ્દ દિલમાં જગ્યા લઈ શકે એવો જ છે. અને મને તો આ શબ્દ આ ભાવ થી બહુ જ માન છે અને આ લેખ વાંચ્યા પછી તમને પણ એના માટે માન થશે.
અમેરિકા જેવા દેશોમાં સુખ સમૃદ્ધિ થી કંટાળીને પણ અમુક લોકો આત્મહત્યા કરે છે પણ આપણા દેશમાં આવું ક્યાંય થતું નથી. કેમકે આપણા દેશમાં સુખ સમૃદ્ધિ નો તૃસ્ટીગુણ ક્યારેય ઘટતો નથી. લગભગ દુનિયાના બધા દેશોમાં સુખ સમૃદ્ધિ નો તૃસ્ટીગુણ ઘટતો નથી જ. તે છતાં એ સ્વીકારવું જ રહ્યું કે અમુક લોકો સુખ થી કંટાળીને જીવન ટૂંકાવે છે. પણ આમ જોવા જઈએ તો લગભગ બધાજ દેશમાં પ્રેમ ને લીધે હજારો માણસોએ જીવ ગુમાવ્યા હશે તે છતાં પ્રેમ શબ્દ માટે બધાને માન છે જ્યારે કંટાળાને લીધે તો માંડ ગણ્યાગાંઠ્યા માણસો જ ગુજરી ગયા હશે તોય બિચારા કાંટાળા શબ્દને તુચ્છતા જ મળી.
‘કંટાળો’ શબ્દથી કોઈ પણ જાતિનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ વય નો માણસ પરિચિત હોય છે.
એક નાનું બાળક ઘોડિયા માં અંગુઠો ચૂસે એ જોઈ દેખનારને મજા આવે છે. પણ એ કેમ એવું કરે છે એ તમે વિચાર્યું? કારણકે એની પાસે વાચા નથી એ પોતે જે કાંઈ કહેવા માંગે છે એ તમને કહી શકતું નથી અર્થાત એને કંટાળો આવે છે. આમ કંટાળો એ એક સાપેક્ષ ખ્યાલ છે.
ઈંટ ઉપર ઈંટ મૂકીને સિમેન્ટ અને રેતીના મિશ્રણથી ઘરનું નિર્માણ કરનાર કડીયાની સર્જનાત્મક શક્તિ જોવી બીજાને ગમે છે પણ એ કડીયો એના કામ થી કંટાળો અનુભવે છે. ચાકડાને લાકડાના ડંડાથી ફેરવી માટીના લોયામાંથી વિવિધ આકારો રૂપે માટલા,કોડિયા, તવા, ગલ્લા વગેરે બનાવે છે એ જોવું માત્ર બાળકોને જ નહીં પણ મોટેરાઓને પણ આનંદ આપે છે. પણ એ કુમહાર માટે એ કામ કંટાળો જ છે. લાકડાને કાપીને, ઘસીને, એને વિવિધ આકાર આપીને એક સુથાર ખાલી લાગતા ઘરને ફર્નિચરથી સુશોભિત કરી દે છે ત્યારે માત્ર ઘર માલિકને જ નહીં પણ પડોશીને પણ એ જોવાની ઉત્કંઠા થઈ આવે છે. પણ એ સુથાર પોતાના કામ થી કંટાળેલો જ હોય છે. અને એ વાત નો પુરાવો પણ છે જ. આજે કાષ્ઠકલા, માટીકલા, શિલ્પકલા, અકીકકલા, મીનાકારીગરી , ભરતગૂંથણી બધું જ નાશ પામ્યું છે.
એક જમાનામા સ્ત્રીઓ કામથી પરવારીને પછી કંટાળો અનુભવતી. એ કંટાળો દૂર કરવા માટે એ સમયે ભરતગૂંથણ ની શરૂઆત થઈ હતી. પણ જેમ જેમ રેડિયો, ટી.વી. વગેરે ટાઈમપાસ ની વસ્તુઓ ની શોધ થઈ એમ એમ સ્ત્રીઓએ એ ભરત ગૂંથણ નું કામ છોડી દીધું.
એક જમાનામાં 8 વર્ષની દીકરીને માં સાખ રોટલા બનવતા શીખવી દેતી. કારણ કે ત્યારે દીકરીને પણ નવરા બેસવામાં કંટાળો આવતો. પણ પછી જેમ જેમ મોબાઈલ, ઈન્ટરનેટ , ફેસબૂક અને વોટ્સપ જેવી શોધ થઈ ત્યારની હોવી 18 વર્ષની દીકરીઓને માત્ર મેગી બનવતા આવડે છે.
કંટાળો દરેકને આવે. ભારતીય હોય કે વિદેશી, આફ્રિકન હોય કે યુરોપિયન, હિન્દૂ હોય કે મુશલીમ, ઉચ્ચજાતિનો હોય કે નીચી જાતિ નો હોય , મજૂર હોય કે મલિક બધાના જીવનમાં કંટાળો આવે જ છે.
હાસ્ય લેખ લખનાર અને સમાજસુધારક લેખ લખનાર લેખક કંટાળીને પછી બીજી તરફ વળે છે. સાતેક વર્ષથી એકને એક અભ્યાસક્રમ ભણવનાર શિક્ષક બીજા માટે અનુભવી ગણાય છે પણ એ શિક્ષકને તો ત્યારેજ હાશકારો થાય જ્યારે નવો અભ્યાસક્રમ આવે છે.
કંટાળો એ વિકાસનું પ્રેરકબળ છે. માણસના વિકાસ માં મહત્વનો ભાગ એને જ ભજવ્યો છે. જો કંટાળો ન હોત તો આજે પણ આદિમાનવ જંગલોમાં હરણ ની પાછળ ભટકતો હોત. આપણે બધા હાથમાં તિર અને કમાન લઈને કોઈ પ્રાણી પાછળ અત્યારે દોડી રહ્યા હોત. આ ફાસ્ટ ફૂડની લારી અને કેન્ટીન ન હોત. સ્વિમિંગ પુલ વાળા ઘર ન હોત. આ સ્પાઈસી હર સ્ટાઇલ અને હનીસિંગ દાઢી ન હોત પણ બધા ના ચહેરા એક જ જેવા દેખાતા હોત. લાંબા દાઢી અને વાળ મા.
ગુફાથી ઘર અને ઘર થી બંગલા મહેલ સુધીની સફર માત્ર કંટાળાના લીધે જ થઈ છે. બળદ ગાડા માં લાગતો સમય માણસને કંટાળો આપતો એટલે જ ગાડીઓ ની શોધ થઈ. પગરખાં બનાવતો ચમાર આજે મોંઘી ડાટ ગાડીઓની શીટ બનાવીને કમાય છે એ કંટાળાનું જ નિશાન છે. કંટાળાએ જ રંગમંચ ઉપર ભજવાતા નાટકને ફિલ્મનું સ્વરૂપ આપ્યું, બ્લેક એન્ડ વાઈટ ફિલ્મોને રંગીન ચિત્રોમાં ફેરવ્યું અને અમુક ફિલ્મોને બોલતી બનાવી છે.
કંટાળો જ માણસને દરેક શોધ કરવા પ્રેરતો રહ્યો છે. છતાં લેખકોએ અને મહાનુભવીઓએ કહ્યું છે કંટાળાને ખંખેરી નાખો એ માણસ જાતનો દુષમન છે. પણ શું તમને લાગે છે ખરેખર કંટાળો આપણો દુશ્મન છે ? શુ તમે હજુ આ લેખ વાંચવાના બદલે જંગલમાં કોઈ નિર્દોષ હરણ ને મારી એનું કાચું માસ ખાતા હો એ યોગ્ય છે? જો કંટાળો ન હોત તો બેલાશક તમે અને હું અત્યારે એજ કરતા હોત…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “કંટાળો”

Comment here