કંકોતરી (કંકોત્રી)

કંકોતરી (કંકોત્રી)

કંકોતરી (કંકોત્રી)

કાગળ નથી આ જાણે તારા દિલ પર હું લખું છું
કલમ નથી આ જાણે કોઈ ખીલથી હું લખું છું
તું ઓળખી જશે કે અક્ષરો મારા જ છે
લખનારું દિલ છે તારું હજુ હાથ પણ તારા છે

મારાજ લગ્નની તને કંકોતરી લખું છું
તારા જીવનને સજા આગોતરી લખું છું
દિવસ છે યાદ આજેય પહેલીવાર ક્યાં મળ્યો’તો
કારણ છે યાદ આજેય તું દિલને કેમ ગમ્યો’તો
કંકોતરીમા કલમથી તારું નામ હું લખું છું
જાણે કે તારા નામને ગુમનામ હું લખું છું
એ કેન્ટીનમાં હસીને તે તારું જે નામ કહ્યું’તું
પછી પ્રેમમા ઉપકાર, ન શુ તે કામ કર્યું’તું ?
લાગે છે પ્રેમને હું બદનામ લખું છુ
મારા જ માટે બીજું હું ઉપનામ લખું છુ
જાણું છું કે જીવનમા ન હવે તારો સંગ છે
તોય આ મહેંદીમાં જાણે તારો જ રંગ છે
આ શહેરાના ફૂલોમાંય જાણે તારી સુગંધ છે
લાગે છે જાણે તારોજ બધે આ રંગ છે
મારા જ લગ્નની તને કંકોતરી લખું છું
જાણે તારા જીવનને સજા આગોતરી લખું છું
મજબુર બની કાલે મારુ શીશ મેં ઝુકાવ્યું
પિતાના વચનમા દિલ તારું મેં દુભાવ્યું
આજે બનીને પાગલ બધી વાત હું લખું છુ
જાણે જીવનમા તારા હવે રાત હું લખું છુ
જાણું છું મારા લગ્નમાં તું આવશે નહિ
તારા જ દિલને તું વધુ દુખાવશે નહિ
મારા આ શબ્દોય તને સમજાવશે નહિ
દુઆ, ખુદા કોઈને આમ અજમાવશે નહિ
તુજ નામ નીચે તારું મુકામ હું લખું છુ
તારી મ્હોંબબતનું આ ઇનામ હું લખું છુ
ભૂલી જજે મને ન ખુદને તું સતાવજે
આવી શકે તો જોવા એક છેલ્લી વાર આવજે
દુઃખી દિલનું છેલ્લું અરમાન હું લખું છુ
તારા માટે ‘ઉપેક્ષિત’ ઉપનામ હું લખું છુ
મારા જ લગ્નની તને કંકોતરી લખું છુ
તારા જીવનને જાણે સજા આગોતરી લખું છુ

-વિકી ‘ઉપેક્ષિત’

One Reply to “કંકોતરી (કંકોત્રી)”

Comment here