એ ક્યાં મારી કહાની હતી……?


એ તમને જણાવી હું શું કરું
એ ક્યાં મારી કહાની હતી

એક દિલ હું ટુટતું જોઈ આવ્યો
જે કોઈના પ્રેમની નિશાની હતી

જોઈતી જતા મેં એને બાગમા
એક ચાંદ હતો કે જવાની હતી

પ્રેમ રેલાયો એતો એનો છાયો હતો
નૂર આસમા મા હતું કે રવાની હતી

ભૂલ ચાહવાની એ કરી બેઠી
લાગે મારી જેમ દિવાની હતી

એ તમને જણાવી હું શું કરું
એ ક્યાં મારી કહાની હતી

એની નાની આંખો માં સાગર હતો
દિલમા ઘાની એ નિશાની હતી

નતી મોઝ કે મસ્તી એ આંખો મા
ન ચાંદસી એ મસ્તાની હતી

એ તમને જણાવી હું શું કરું
એ ક્યાં મારી કહાની હતી

એક દિલ હું ટુટતું જોઈ આવ્યો
જે કોઈના પ્રેમ ની નિશાની હતી…….

વિકી ‘ઉપેક્ષિત’

2 Replies to “એ ક્યાં મારી કહાની હતી……?”

Comment here