એક પતંગુ

એક પતંગુ

એક પતંગુ

એક કળી ખીલી, ને થયો એક અનર્થ
એક ફૂલ આવીને મુજ હ્ર્દયમાં પેઠું!
દલીલ કરી ઘણી, ગઈ બધી જ વ્યર્થ
આખરે એ ઝઘડામાં મન પડ્યું હેઠું!
બેફામ રડ્યો, તોય ન સમજ્યું વ્યવહાર
ન માન્યું છેક જ, મરીઝ થઈને બેઠું!
હતું અસંખ્ય, અનંત ને અસીમ અપાર
તે અમસ્તું જ એ ખાતર, શૂન્ય થઈ બેઠું!
અજાણ ફૂલની સંગતમાં કાંટાથી ઘવાય
એક પતંગુ ફૂલનો વિશ્વાસ કરી બેઠું!
ક્યાં હતી ખબર એને કે રૂંધાઇ જવાય
એ બિચારું પ્રેમને જ શ્વાસ કરી બેઠું!
ક્યાં એને ખબર હતી ઉપેક્ષિત થવાશે
એ ફરી એક નવી શરૂઆત કરી બેઠું!
ન હતી ખબર આસ શુ શ્વાસ પણ ભુલાશે
એ બિચારું પ્રણયની વાત કરી બેઠું!
નથી કરી શકતા ઉપેક્ષિત સહુ કોઈ જાતને
ને એ ખુદને બધાથી બાકાત કરી બેઠું!
ભુલાય બધું છતાં ન ભુલાય એ વાતને
એકલતામાં એ બિચારું યાદ કરી બેઠું!
ફૂલોથી જ ઘાયલ એ સદા થતું રહ્યું
અમૃત એને ખાતર, વિષ થઈ બેઠું!
બરકત ન મળી, સદા એ શોધતુ રહ્યું
વિરાણ રણમાં અંતે હારીને એ બેઠું…….!

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here