‘ઉપેક્ષિત’ નથી થવાના…..
હું લખું છું ગઝલો ને એથી
જરાક રૂઝાય છે જખ્મો
પણ એથી શુ…..?
બધા દિલ કાઈ સજા નથી થવાના
ચાર ફૂલોને મેં જોયા છે દેવ શિરે
એથી હસીને ચૂંટાય છે ફૂલો
પણ એથી શુ…..?
બધા ફૂલો કાઈ મંદિરે નથી જવાના
એ પથ્થર હરખી રહ્યો હતો
હથોડીના ઘા ઝીલતી વેળા
પણ એથી શુ…..?
બધા પથ્થર કાઈ દેવ નથી થવાના
સૂરજને રોજ ઉગતો ને આથમતો
જોયો છે બધાએ
પણ એથી શુ…..?
લોકો રોજ સૂર્યાસ્ત નથી જોવાના…..?
જવાની તો એક તુફાન છે દોસ્તો
એમાં દર્દ લે છે ઘણા
પણ એથી શુ…..?
બધા જ કાઈ ‘ઉપેક્ષિત’ નથી થવાના
વિકી ‘ઉપેક્ષિત’
what you fill in your pen ? ink or pain ?