અદ્રશ્ય બેડીઓ

અદ્રશ્ય બેડીઓ

રોશની તૈયાર થઈ. અહંમમમમમમ કેટલા દિવસે આજે સજી ધજી ને જાણે પોતે પરણવાની હોય એમ તૈયાર થઈ હતી. પછી સ્ત્રીઓની જેમ ક્યાંક કાઈ રહી તો નથી ગયુ ને? ચાંદલો લિપસ્ટિક સાડી બ્લાઉઝ બધું બરાબર તો છે ને? એમ વિચારી ફરી એક વાર આયના મા જઈને જોયું.
આયના મા એક શ્યામ ચહેરો દેખાયો. રોશની શ્યામ હતી પણ એ સુંદર હતી. એના એકસરખા દાંત, કાળી આંખો અને સિંદૂર પુરેલી માંગ માંથી છુટા પડેલા બે ચાર વાળ એના ગાલ ઉપર ગોઠવાયેલા હતા એ બધું આયના મા એ જોઈ રહી. એના હોઠની લિપસ્ટિક હસી પડી. એનું સ્મિત પણ મધુર હતું.
એ સજી હતી આજે વિનય માટે. વિનયની આજે એંગેજમેન્ટ હતી. વિનય એટલે એનો બાળપણ નો મિત્ર. સરસ્વતી વિદ્યાસંકુલ માં 5 મા ધોરણમા ભણતી ત્યારે વિનય એના પડોશ મા રહેવા આવ્યો હતો. વિનય એ સમયે 7 માં ધોરણમા હતો. વિનય ના પપ્પા ઋષિકેશ શાસ્ત્રી બેન્ક મેનેજર હતા. પહેલા તેઓ ભાવનગરમા હતા પછી બદલી થઈને અમદાવાદ આવ્યા હતા. અહીં તેઓ રોશની ના પડોશમાં જ આવ્યા.
રોશની અને વિનય વચ્ચે ખૂબ જ સારી દોસ્તી જામી ગઈ હતી. હસતા ખેલતા ક્યારે 12 માં ધોરણમાં રોશની આવી એ કોઈને ખબર પણ ન પડી. એક વાર તો મમ્મી એ કહ્યું પણ ખરું
“હજુ હમણાં જ તો તું પેટે ઘસડાઈને ચાલતી હતી એટલા મા મારાથી ઊંચી થઈ ગઈ……!”
રોશની હસીને નીકળી ગઈ. આજે એને શાળાએ જવાની કૈક જુદી જ ઉતાવળ હતી. એ ઉતાવળ એક માં બેશક સમજી જ જાય. પ્રેમ ……હા એ કોઈના પ્રેમ માં હતી.
શાળાએ થી છૂટી રોશની કેન્ટીનમા કોઈની રાહ જોતી બેઠી હતી. વિનય આયો એટલે કોફી પિતા પિતા રોશની બોલી ….
“વિનય…. હું …. તને કૈક….. ” એ બોલી ન શકી.
” આમ છોકરી વેડા શુ કરે છે. મને આઈ લવ યુ કેવું હોય તો ફટાક કહી દે… બિન્દાસ….” વિનયે મજાક તો કરી પણ એને ત્યારે ખબર ન હતી કે રોશની એ એને એવું જ કંઈક કહેવા બોલાવ્યો હતો.
” હા હું તને લવ કરું છું વિનય.” ના રોશની ના અવાજ કે ચહેરામા ક્યાંય મજાક ન હતી.
સન્નાટો થઈ ગયો. કોફી ઠંડી કરવા માટે મગ ગોળ ગોળ ફેરવતા વિનય નું મન અને હૃદય જાણે એ કોફી મગમા કોફી સાથે ગોળ ફરવા લાગ્યું.
“તું મને…….” વિનય ખુલ્લી આંખે જોઈ રહ્યો…..
” હા છેલ્લા બે વર્ષથી વિનય.” રોશનીએ જરાક નજર ઝુકાવીને કહ્યું…
ભાવતું હતું અને વૈધે કીધું. વિનય ને પણ કંઈક એવું જ થયું હતું એ દિવસે. વિનય પણ છેલ્લા કેટલાક મહિના થી એને ચાહવા લાગ્યો હતો.
સમય વીતતો ગયો બંને ખૂબ ખુશાલ જીવતા હતા. અને એક દિવસ રોશની ના પપ્પા ને એ વાત ખબર પડી ગઈ. વર્ષોના પાડોશી સાથે મન દુઃખ થશે એમ વિચારી એમને વિનય ના ઘરે કોઈ ફરિયાદ કરી નહીં પણ રોશનીનું કોલેઝ જવાનું પણ બંધ કરાવી અને ઘર બહાર નીકળવાનું પણ બંધ કરાવી દીધું. રોશની પણ સમજી ગઈ હતી કે પપ્પા ને બધું ખબર પડી ગઈ છે એટલે જ એવું કર્યું છે પણ હવે કોઈ રસ્તો નહતો.
થોડા જ દિવસોમા રોશનીની સગાઈ રાજ સાથે કરી દીધી અને મહિના પછીના મુહૂર્ત મા લગન પણ નક્કી કરી દીધા. રોશની દુઃખી થઈ ગઈ હતી એણીએ વિનય ને મળવાનું નક્કી કર્યું. ગમે તે થઈ જાય બસ હવે ભાગી જઈશ એની સાથે.
એક દિવસ પપ્પા ન હતા ત્યારે વિનયને ફોન કર્યો કેન્ટીને બોલાવ્યો.
” વિનય ચાલ આપણે ભાગી જઈએ. કયાંક દૂર. ” વિનય આવતા જ એ બોલી પડી હતી.
” ના એ શક્ય નથી.”
“કેમ? વિનય મારા પપ્પા કદી નઇ માને બીજી કાસ્ટ મા મેરેજ માટે….છતાંય તું…..”
” તો ભાગી જઈને આપણે શું મેળવી લેવાના? અને આપના ઘર જેવા બધા સંબંધો ઉપર જે ભૂકંપ આવશે એનું શું? સમાજ મા બધાની ઈજ્જત નું શુ?” વિનય મેચ્યોર બોલે એમ બોલ્યો.
” એટલે ?”
“એટલે કે તું રાજ સાથે લગન કરી લે. આપણે ક્યારેય કોઈ લિમિટ ક્રોસ નથી કરી તો હવે શું કામ આપના પ્રેમ ને ખોટો બદનામ કરીએ રોષની ?”
વિનય એને ખૂબ શાંતિથી સારી રીતે સમજાવી ત્યારે એ સમજી ગઈ હતી.
દિવસો જતા રોશની અને રાજ ના લગન થઈ ગયા. રોશની વિનય ને હજુ પણ ચાહતી જ હતી. બેશક પ્રેમ ક્યારેય મરતો નથી જ. પણ અમુક સમાજની અમુક સંસ્કારોની બેડીઓ માણસ ને ભલે સ્ત્રી હોય કે પુરુષ એને બાંધી જ રાખે છે. રોશની સાવ નિસ્વાર્થ પવિત્ર ભાવે કોઈ વાર વિનય ને મેસેઝ કરતી ખબર અંતર પૂછતી. પણ હમણાં હમણાં થી તો એને એ મેસેઝ પણ ખાટકતા હતા. આમ તો રોશની અને વિનય ના ઘર વચ્ચેના સંબધો ને લીધે વિનય સાથે રાજ ને ઓળખાણ પણ થઈ ગઈ હતી. છતાં એને એક વાત કાંટાની જેમ ચુભતી જ રહી કે હું વિનય ને મેસેઝ કરીને ક્યાંક મારા પતિને હું અન્યાય કરું છું. આમ તો હું બધા પત્ની ધર્મ બધી ફરજો નિભાવુ છું પણ મારે હાથે ક્યાંક તો રાજ ને હું છરો ભોંકુ જ છું…… એમ વિચારી રોશનીએ વિનય સાથે હવે બધા જ કૉંટેક્ટ તોડી દીધા હતા.
સમય વીતતો જ ગયો. હવે તો લગન ને 5 વર્ષ થઈ ગયા હતા. રોશની 23 ની થઈ હતી અને એને એક દીકરો પણ હતો. 4 વર્ષ નો કૃતાર્થ નામ રાખ્યું હતું.
આજે સવારે જ રાજ ને અરજન્ટ મિટિંગ માટે 4 દિવસ માટે દિલ્હી જવા નીકળવું પડ્યું હતું. એ નીકળળ્યો કે તરત જ શોભના માસીનો ફોન આવ્યો હતો ” હલો બીટા હું શોભા મારા વિનયની આજે સગાઈ છે તું જરૂર આવજે દીકરા…..” એટલું કહી હરખાતા હરખાતા ફોન મૂકી દિધો હતો.
“મમ્મી ….”
આયના મા પોતાના જીવન ની ભૂતકાળથી આજ સવાર સુધી ની ફિલ્મ જોઈ લીધી પછી કૃતાર્થ નો અવાજ રોશનીને વર્તમાન મા ખેંચી લાવ્યો. અરે હું તો આયના મા જોવા આવી હતી આ બધું યાદ કરવામાં મારો કૃતાર્થ નાહીને આવી ગયો એટલી વાર હું અહી હતી……! રાજ જોવે તો મને નક્કી ગાંડી જ સમજે 15 મિનિટ આયના સામે કોઈ ઉભું રહે તો દેખનાર બીજું સમજે પણ શું……?
” હા બેટા……..” કહી એ ઝડપથી બહાર નીકળી કૃતાર્થને ટુવાલ થી ઘસી કપડાં પહેરાવી દીધા.
” મમ્મી ક્યાં જવાનું છે. મામા ને ઘેલ? કૃતાર્થ હજુ નાના બાળકની ભાષા જ બોલતો હતો. ર ને લ જ કહેતો.
કૃતાર્થ ના એ શબ્દો એનો એ માસૂમ ચહેરો જોઈ રોશની સ્તબ્ધ થઈ ગઈ….. આ હું શું કરું છું? રાજ ને ખબર નથી હું ક્યાં જાઉં છું અને કૃતાર્થ ને તો સુ ખબર હોય……! પણ હું એટલા હોંશભેર ક્યાં ઉપડી છું? પપ્પા ત્યાં પપ્પા હશે એ શુ વિચારશે …..? અને જો મોટા થઈને કૃતાર્થ …… હે ભગવાન મને હિંમમત આપ હું ખોટી નથી……
“મમ્મી બોલને ક્યાં જવાનું છે…?” કૃતાર્થએ ફરી પૂછ્યું.
“ક્યાંય નહીં બેટા…… આજે મધર્સ ડે છે ને એટલે હું તૈયાર થઇ અને મારા લાડલાને પણ કર્યો…..” કૃતાર્થના ગાલ પંપાળતા રોશની બોલી…….. ” આપણે ક્યાંય જવાનું નથી……આજે આપણે આખો દિવસ ટી.વી ઉપર મધર્સ ડે ના કાર્યક્રમ જોવાના……”
કૃતાર્થ ખિલખિલાટ હસી પડ્યો…. રોશની એને વળગી પડી…..
રોશનીએ બન્ને માટે ચા નાસ્તો તૈયાર કર્યા અને બંને સોફામાં ગોઠવાઈ ચા નાસ્તા સાથે ટી.વી. જોવા લાગ્યા…….

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “અદ્રશ્ય બેડીઓ”

Comment here